એક છોકરી હતી..
બસ એક છોકરી , જેણે ભરપુર પ્રેમ કર્યો , તેની વાતો

Oct
16

 

દિકરી મારી

“દિકરી મારી, છે ખિલતી કળી,

કાલે થશે મઘમઘતું ગુલાબ.

કહેતી મને મીઠડી થઇ,

મને તો આંબવું છે આકાશ !

માપ્યો મારો ને એનો પ્રેમ મેં

એનો તો નિકળ્યો પ્રેમ અમાપ…. “

Oct
10

 

 

મુજને સુજ્યુ, કેમ અચાનક

મુજ પર તારો પ્રેમ અપાર

ઉપર જોયું  પક્ષી ઉડતુ;

ઉંચે નભ છો ને છે વિશાળ

સરસ મજાનું ફુલ છે ખીલ્યું

સુગંધ રંગ છે એની કમાલ

મીઠી વર્ષા થઇ વરસે છે

અગાધ અમાપ ઘુઘવતો સાગર

સુંદર પ્રુથ્વી, સુંદર સર્જન

મુજને આપી બુધ્ધિની ધારુ

ઉડી શકુ છુ, ખીલી શકુ છુ

મોતી લાવુ જઇ મજધાર

કરી શકુ છું તે શક્તિથી

ક્દાચ પ્રભુ તું મુજ પર કુરબાન

 

Oct
10
 
 
 

મારો પહેલો પ્રયત્ન

મારો પહેલો પ્રયત્ન

 

 

 

 

જિંદગીમાં બસ અમે જીવી ગયા,
મરવા ગયા તો પણ બચી ગયા.

પ્રેમ કર્યો ખુબ અમે એક શખ્સને,
દિવાનગીની હદથી ગાંડા બની ગયા.

દુનિયામાં જીવતા ના શીખ્યા અમે,
કેટલાય સંબંધો મોં ફેરવી ગયા. 
 
મે કર્યો જેને પ્રેમ એ તો ના મળ્યો,
મને પ્રેમ કરનારા પણ છોડી ગયા.
 
શું મળ્યુ, શું ગુમાવ્યુ તે ગણવા બેઠા,
ખોટનો સરવાળો માંડતા થાકી ગયા.
 
જિંદગી કેવી જિવ્યા, વિચારતા હતા,
વિચારતા વિચારતા રડી પડ્યા
 
સ, પ્રભુની યાદ આવી ગઇ આખરે,
્રેમ પ્રભુનો પામીને ખુશ થઇ ગયા…….

Jul
21

એક છોકરી હતી..

બસ જીવતી હતી…

એકલી હતી…

ખુશ હતી…

એક્દમ જ તેને પ્રેમ થઇ ગયો..

બસ પ્રેમ થઇ ગયો..